સર્બિયાની સંસદમાં યુદ્ધ જેવી સ્થિતિ

મંગળવારે યુરોપિયન દેશ સર્બિયાની સંસદની અંદર વિપક્ષી સાંસદોએ સ્મોક ગ્રેનેડ ફેંક્યા હતા. સરકારની નીતિઓના વિરોધમાં અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં વિપક્ષે આ પ્રદર્શન કર્યું હતું.

સર્બિયાની સંસદમાં સર્બિયન પ્રોગ્રેસિવ પાર્ટીના નેતૃત્વ હેઠળના શાસક ગઠબંધને આ સત્રની કાર્યસૂચિને મંજૂરી મળતાંની સાથે જ કેટલાક વિપક્ષી નેતાઓ પોતાની બેઠકો પરથી ઊભા થઈ ગયા અને સ્પીકરની ખુરસી તરફ દોડી ગયા.

તેમણે ગૃહમાં સ્મોક ગ્રેનેડ ફેંક્યા, જેનાથી ગૃહ કાળા ધુમાડાથી ભરાઈ ગયું. આ દરમિયાન તેમની સુરક્ષા ગાર્ડ્સ સાથે ઝપાઝપી પણ થઈ.

સર્બિયન સંસદ મંગળવારે દેશની યુનિવર્સિટીઓ માટે ભંડોળ વધારવા માટે એક કાયદો પસાર કરવાની હતી. આ સાથે જ વડાપ્રધાન મિલોસ વુસેવિકના રાજીનામા પર પણ ચર્ચા થવાની હતી, પરંતુ શાસક ગઠબંધન દ્વારા રજૂ કરાયેલી કાર્યસૂચિ પરના અન્ય મુદ્દાઓએ વિપક્ષ ગુસ્સે ભરાયા. આ પછી આ હંગામો થયો.

સ્પીકર એના બ્રનાબિકે જણાવ્યું હતું કે હુમલામાં બે સાંસદ ઘાયલ થયા છે, જેમાંથી એક જાસ્મિના ઓબ્રાડોવિક ગંભીર હાલતમાં છે. સ્પીકરે કહ્યું હતં કે સંસદ એનું કામ ચાલુ રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *