અક્ષયકુમાર અને શિલ્પા શેટ્ટીએ લગભગ 3 દાયકા પછી તેમના આઇકોનિક ગીત ‘ચુરા કે દિલ મેરા’ના હૂક સ્ટેપ્સને રિક્રિએટ કર્યું. બ્રેકઅપ પછી એક સમયે શિલ્પાએ કહ્યું હતું કે તે અક્ષય સાથે ક્યારેય કામ નહીં કરે. ઉપરાંત બંને ખૂબ જ ઓછા પ્રસંગોએ સાથે જોવા મળ્યાં છે. જોકે હવે વર્ષો પછી શિલ્પા અને અક્ષયને સાથે પર્ફોર્મ કરતાં જોઈને ફેન્સ એવું અનુમાન લગાવી રહ્યા છે કે બંનેએ પોતાના મતભેદો ઉકેલી લીધા છે.
31 વર્ષ બાદ અક્ષય-શિલ્પાએ આઇકોનિક સોન્ગ રિક્રિએટ કર્યું બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સેલેબ્સ હિન્દુસ્તાન ટાઇમ્સ મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડ્સ શોનો ભાગ બન્યા. આ દરમિયાન, અક્ષયકુમાર અને શિલ્પા શેટ્ટીને સ્ટેજ પર બોલાવવામાં આવ્યાં, જ્યાં બંનેએ 1994ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મૈં ખિલાડી તૂ અનાડી’ના ગીત “ચુરા કે દિલ મેરા” પર પર્ફોર્મ કર્યું. 31 વર્ષ પછી બંને વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી જોઈ ફેન્સ બંનેને સાથે ફિલ્મમાં જોવા માંગે છે.