વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનથી તાપમાન 2થી 3 ડિગ્રી ઘટશે, 7 માર્ચ પછી વધશે

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને હવામાનની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં સોમવારે મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે. 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આ ઉપરાંત આગામી તારીખ 7 માર્ચથી ક્રમશઃ રાજકોટ સહિત રાજ્યભરમાં તાપમાનમાં વધારો થઇ શકે છે.

ઉત્તર અને ઉત્તર પશ્ચિમમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જેને લઈને પવનની દિશા પણ બદલાવાથી ગુજરાત તરફ ઠંડા પવન આવશે. જેને લઈને રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. ગુજરાતમાં મહત્તમ તાપમાન પણ રાજકોટમાં અને ડાંગ જિલ્લામાં એકસરખું જ 36.2 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં 33.3 ડિગ્રી, દ્વારકામાં 27.7 ડિગ્રી, જામનગરમાં 33.2 ડિગ્રી, પોરબંદરમાં 34 ડિગ્રી, વેરાવળમાં 33.9 ડિગ્રી તાપમાન મહત્તમ નોંધાયું હતું. ફેબ્રુઆરી મહિનામાં જ માર્ચ મહિના જેવી જ ગરમી શરૂ થઇ ગઈ હતી. આગામી ત્રણ-ચાર દિવસ હજુ તાપમાન અને ગરમીમાં રાહત અનુભવાશે, પરંતુ ત્યારબાદ આગામી તારીખ 7 માર્ચ પછી રાજકોટ સહિત રાજ્યભરમાં તાપમાનનો પારો ઊંચો જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *