રાજકોટમાં એકસાથે બબ્બે સ્પીડબ્રેકરને કારણે અકસ્માત સર્જાયો

રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટનાના હૃદયને હચમચાવી દે એવાં દૃશ્યો સામે આવ્યાં છે. રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે ડબલ સવારી બાઇકમાં બે પિતરાઈ ભાઈ સ્પીડબ્રેકરના કારણે ઊછળીને થાંભલા સાથે અથડાઈ રોડ પર પટકાયા હતા, જેમાં એક સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે બન્ને ભાઈ કેશિયો પાર્ટીમાં ઢોલ વગાડવાનું કામ કરતા હતા અને રાત્રે પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત બન્યો હોવાનું સામે આવ્યું છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના કેવડાવાડી શેરી નંબર 8માં ગઈકાલે રાત્રિના એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં રાત્રિના 12.30 વાગ્યા આસપાસ ડબલ સવારી બાઇકમાં બે પિતરાઈ ભાઈઓ પસાર થઇ રહ્યા હતા. દરમિયાન સ્પીડબ્રેકર અચાનક આવતાં એ દેખાયું નહિ અને બાઇકના સ્ટીયરિંગપરથી કાબૂ ગુમાવતાં સ્પીડબ્રેકરના કારણે બાઈક ઊછળીને થાંભલા સાથે પટકાતાં બન્ને ભાઈ રસ્તા પર પટકાયા હતા. બન્ને યુવાનને ગંભીર ઇજા સાથે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી એક કિશોરે ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતાં તેનું મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *