જેતપુર-રાજકોટ સિક્સલેનની કામગીરીથી વીરપુર પાસે રોજ કલાકો સુધી ટ્રાફિકજામ

સૌરાષ્ટ્રના યાત્રાધામ વીરપુર પાસે ચાલી રહેલી જેતપુર-રાજકોટ સિક્સ લેન રોડની કામગિરી ખુબ ધીમી ગતિએ, યોગ્ય ડાયવર્ઝન વગર ચાલતું હોવાથી ઠેરઠેર દરરોજ બે થી ત્રણ કલાકનો ટ્રાફિકજામ સર્જાય છે જેમને લઈને વાહન ચાલકો ભારે મુશ્કેલીઓમાં મુકાયા છે.

જેતપુર રાજકોટ સિક્સ લેન રોડનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે, જેથી સિક્સ લેન જેવા રોડનું કામ ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર ચાલુ તો કરવામાં આવ્યું પરંતુ યોગ્ય પ્રકારના ડાયવર્ઝન વગર એને કારણે દરરોજ જેતપુરથી રાજકોટ વચ્ચે અવારનવાર ઠેરઠેર બે થી ત્રણ કલાકનો ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે.

દરરોજના ટ્રાફિકજામથી વાહન ચાલકોના સમય,ઇંધણ અને પૈસાનો વ્યય થાય છે. વાહન ચાલકોની આટઆટલી મુશ્કેલી છતાં કામ ઝડપથી કરવાને બદલે સાવ ધીમી અને ગોકળગાયની ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે. આવા ટ્રાફિકજામમાં ઘણી વખત તો દર્દીઓને તાત્કાલિક સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સ પણ ફસાય જાય છે. જેના કારણે દર્દીઓનો જીવ પણ જોખમમાં મુકાય જાય છે. હવે આ કામગીરી વધુ ઝડપી બને તેવી માંગ ઉઠી છે. વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે વીરપુર બસસ્ટેન્ડ પાસે આ સિક્સલેનની કામગીરી મંદગતિએ થઈ રહી છે જેમને લઈને વારંવાર વાહનોમાં ટ્રાફીક સર્જાય છે અને એ ટ્રાફિક વીરપુર ગામની અંદરથી ડાઈવટ કરાય છે ત્યારે વીરપુર એક યાત્રાનું ધામ હોય જેમને અલીને યાત્રાળુઓનો પણ ધસારો હોય અને બીજી બાજુ આ હાઇવેનો ટ્રાફિક ડાઈવર્ટ કરવાંમાં આવે છે તો વીરપુરના મેઈન રોડ પર સ્કૂલો પણ આવેલી હોય જેમને લઈને વિદ્યાર્થીઓને પણ આ ટ્રાફિકનો સામનો કરવો પડે છે અને મસ મોટા વાહનો વીરપુર અંદરથી પસાર થાય તો ઇલેક્ટ્રિક વીજ વાયરો પણ વારંવાર તૂટે છે જેમને લઈને કોઈ મોટો અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *