વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં 7 માર્ચ સુધીમાં 6 મેચ રમાશે

વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલથી 28 ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ શરૂ થશે ત્યારે આવતીકાલના મેચ માટે ઓસ્ટ્રેલિયાની ટીમે ટીમે નેટ પ્રેક્ટિસ કરી હતી અને ખેલાડીઓએ ખૂબ પરસેવો પાડ્યો હતો. નેટ પ્રેક્ટિસ બાદ ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમના પ્લેયર શોન માર્શે જણાવ્યું હતું કે, ખૂબ જ લાંબા ગાળા બાદ ફરીથી ક્રિકેટ રમવા માટે અમે તૈયાર છીએ. ભારતમાં હું અનેકવાર ક્રિકેટ રમી ચૂક્યો છું ત્યારે આવતીકાલે ફરીથી રમવાની ખૂબ જ મજા આવશે. આ સ્ટેડિયમ આઉટસ્ટેન્ડિંગ અને બ્યુટીફુલ છે. જોકે, ઇન્ડિયા માસ્ટર્સની ટીમે આજે આરામ કર્યો હતો. ઇન્ટરનેશનલ માસ્ટર લીગ રમવા શ્રીલંકા અને સાઉથ આફ્રિકાની ટીમો વડોદરા એરપોર્ટ પહોંચી. હોટેલ સયાજીમાં બંને ટીમોનું સ્વાગત કરાયું.

22 ફેબ્રુઆરીથી મુંબઈમાં શરુ થયેલી IML લીગની વડોદરા મેચો આવતીકાલથી શરુ થશે, જેમાં ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે વડોદરાની પ્રથમ મેચ રમાશે. 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન 6 મેચ કોટંબી સ્ટેડિમમાં રમાશે, જેમાં ભારત, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડિઝ અને શ્રીલંકાની ટીમો રમશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *