પુણેમાં સરકારી બસમાં મહિલા પર બળાત્કાર

મંગળવારે સવારે મહારાષ્ટ્રના પુણેમાં વ્યસ્ત સ્વારગેટ બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી બસમાં 26 વર્ષીય મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર બની હતી. સીસીટીવી ફૂટેજ પરથી આરોપીની ઓળખ થઈ ગઈ છે, પરંતુ તેની ધરપકડ કરવામાં આવી નથી.

આરોપીનું નામ દત્તાત્રેય રામદાસ છે. પોલીસે તેને પકડવા માટે 8 ટીમો બનાવી છે. આરોપીનો પહેલાથી જ ગુનાહિત રેકોર્ડ છે. મહિલા ઘરોમાં કામ કરતી હતી. તે તેના ગામ જવા માટે બસમાં ચડી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે 5.45થી 6.30 વાગ્યાની વચ્ચે બની હતી. સીસીટીવી ફૂટેજમાં આરોપી મહિલા સાથે વાત કરતો જોવા મળે છે. પીડિતાએ જણાવ્યું કે આરોપી તેને ‘દીદી’ કહેતો હતો. જ્યારે મહિલાએ તેને ગામ જતી બસ વિશે પૂછ્યું, ત્યારે આરોપીએ તેને બસમાં બેસાડી. બસ એક બાજુ ઉભી હતી, તેમાં લાઈટ નહોતી.

મહિલાએ કહ્યું કે તેણીએ ખચકાટ સાથે પૂછ્યું કે લાઇટ કેમ ચાલુ નથી, જેના પર તેણે કહ્યું કે અન્ય મુસાફરો સૂઈ રહ્યા છે અને તેથી અંધારું હતું. બસમાં પ્રવેશતાની સાથે જ તેણે દરવાજો બંધ કરી દીધો અને તેના પર બળાત્કાર ગુજાર્યો. તેણે તેના સાથીને ઘટનાની જાણ કરી. બંનેએ જઈને પોલીસમાં ફરિયાદ કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *