ફેન્સ માટે ‘મન્નત’ની ચમક ઝાંખી પડશે!

બોલિવૂડનો ‘કિંગ ખાન’ ‘મન્નત’ને છોડી પોતાના આખા પરિવાર સાથે ભાડેના ફલેટમાં શિફ્ટ થશે. શાહરુખનું આ ઘર તેના ફેન્સ માટે એક પર્યટન સ્થળ બની ગયું છે. દરરોજ તેના હજારો ફેન્સ તેમની એક ઝલક મેળવવા માટે કલાકો સુધી ઘરની બહાર ઊભા રહે છે. હવે ચોક્કસથી ફેન્સ માટે ‘મન્નત’ની ચમક ઝાંખી થઈ જશે અને આ સમાચાર નિરાશ પણ કરશે.

શાહરુખે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે રાખ્યો શાહરુખ ખાને તાજેતરમાં જેકી ભગનાની અને તેના પિતા વાશુ ભગનાની પાસેથી ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે લીધા છે. આ બંને એપાર્ટમેન્ટ મુંબઈના પાલી હિલમાં પૂજા કાસા નામની ઇમારતમાં છે. જેવા સમાચાર આવ્યા કે શાહરુખ ખાન ભાડાનું ઘર લઈ રહ્યા છે, તેવી ચર્ચા શરૂ થઈ ગઈ કે શાહરુખ ખાન થોડા સમય માટે પોતાના પરિવાર સાથે ભાડાના ઘરમાં રહેવા જઈ શકે છે, કારણ કે ‘મન્નત’માં બાંધકામનું કામ થવા જઈ રહ્યું છે.

થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે ‘મન્નત’ બંગલામાં વધુ બે માળનું બાંધકામ થવા જઈ રહ્યું છે. આ માટે તેમની પત્ની ગૌરીએ નવેમ્બર 2024માં મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીને પણ અરજી કરી હતી. તેમની અરજી સ્વીકારવામાં આવી. તેમને બે વધારાના માળ બાંધવાની પરવાનગી મળી ગઈ છે. માટે એવા એહવાલો છે કે, ‘મન્નત’માં બાંધકામ થોડા દિવસોમાં શરૂ થઈ શકે છે. એટલે જ કદાચ એક્ટરે પાલિમાં ભાડે ફલેટ લીધો છે. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *