ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજાનાં લગ્નજીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોવિંદાનું એક મરાઠી એક્ટ્રેસ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું છે, જેના કારણે આ દંપતી 37 વર્ષનાં લગ્નજીવન પછી છૂટાછેડા લેવા જઈ રહ્યું છે. જોકે, આ મામલે હજુ સુધી બંનેમાંથી કોઈએ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
‘ઝૂમ ટીવી’ના રિપોર્ટ અનુસાર, ગોવિંદાનું 30 વર્ષીય મરાઠી એક્ટ્રેસ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલે છે. તેને કારણે આ દંપતીના લગભગ ચાર દાયકા જૂના સંબંધોમાં ગંભીર તિરાડ પડી છે. રિપોર્ટ પ્રમાણે આ દંપતીના છૂટાછેડાની પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે.
ગોવિંદાના ભાણેજ અને કોમેડિયન કૃષ્ણા અભિષેકે કહ્યું, આ શક્ય જ નથી. મને લાગે છે કે એ બંને મળીને બધું સંભાળી લેશે. તેઓ છૂટાછેડા નહીં લે. મને ખબર નથી કે તેમની વચ્ચે શું થયું. શક્ય છે કે મામા કે મામીએ કોઈ નિવેદન આપ્યું હોય જે હવે સામે આવી રહ્યું હોય. તેઓ ઘણાં વર્ષોથી સાથે છે. એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. મને નથી લાગતું કે આ રીતે છૂટાછેડા થશે.
ગોવિંદા અને સુનિતાના ગ્રે ડિવોર્સ થશે? જો ગોવિંદા અને સુનિતા છૂટાછેડા લે છે, તો તેને ગ્રે ડિવોર્સ કહેવામાં આવશે. જ્યારે કોઈ દંપતી 25થી 40 વર્ષ સુધી સાથે રહ્યા પછી છૂટાછેડા લે છે, ત્યારે તેને ‘ગ્રે ડિવોર્સ’ કહેવામાં આવે છે. આને ‘સિલ્વર સ્પ્લિટર્સ’ પણ કહેવામાં આવે છે. અમેરિકા અને યુરોપમાં આ શબ્દની લોકપ્રિયતા વધી છે, પરંતુ હવે ભારતમાં પણ તેની ચર્ચા ઝડપથી વધી રહી છે.