શિયાળાની વિદાયની પળોને આકાશ પણ અનેક રીતે સંયોજિત કરે છે, વહેલી સવારે હળવું ધુમ્મસ અને સવારની લાલિમા શરીરમાં અનેરી ઉર્જા ભરી દે છે તો ઢળતી સાંજ ખુશનુમા બની રહેતી હોય છે, સાથે સાથે બે દિવસથી સૂર્યોદય સમે સોનેરી આભા સાથે વાદળોની રંગપૂરણી થતાં ખેડૂતોમાં આશિંક ચિંતા છવાઇ હતી. જો કે હવામાન વિભાગે વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી તો કરી જ હોઇ, કિસાનોની ચિંતા વાદળો જોઇને વધી પડી હતી અને ક્યાંક માવઠું તો નહીં થાય એ ચિંતા કોરી ખાય છે.
તળાવનાં કિનારે કુદરતી દ્રશ્યનો અદભૂત નજારો જોવા મળ્યો હતો જેને શોખીનોએ મન, આંખની સાથે કેમેરામાં પણ કેદ કરી લીધા હતા.