જસદણના બળધોઇ ખાતે રૂ.27 લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. આગામી સમયમાં અહીંના લોકોને સામાન્ય બીમારી માટે રાજકોટ કે જસદણનો ધક્કો ખાવો નહીં પડે.આ પેટા આરોગ્ય કેન્દ્રમાં લેબર રૂમ, વેઈટીંગ એરીયા, એકઝામિન રૂમ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
જળ સંપતિ અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના બળધોઇ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પેટા આરોગ્ય કેન્દ્ર રૂ.27,28,048 ના ખર્ચે હોસ્પિટલ વિભાગ અને રહેણાંક વિભાગમાં તૈયાર કરવામાં આવશે. જેમાં લેબર રૂમ, વેઈટીંગ એરીયા, એકઝામિન રૂમ, ટોઇલેટ અને રહેઠાણ વિભાગમાં લીવીંગ રૂમ, બેડ રૂમ, કિચન, બાથરૂમ, ટોઇલેટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ તકે પ્રાંત અધિકારી, જિલ્લા મલેરિયા અધિકારી, આરોગ્ય વિભાગના સટાફ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.