વિદ્યાર્થીઓએ બનાવેલું આ છે રાજકોટનું સૌથી મોટું ટેરેસ ગાર્ડનિંગ

આત્મીય યુનિવર્સિટીમાં એડવાન્સ ફાર્મિંગ ટેક્નિક વિકસાવવામાં આવી છે. આ ટેક્નિકમાં હાઈડ્રોપોનિક્સ, પ્લાન્ટ હાઉસિંગ,પોલી હબ્સની મદદથી ટેરેસ ગાર્ડનિંગ સિસ્ટમ ઊભી કરાઈ છે.જેની ખાસિયત એ છે કે, આ ટેરેસ ગાર્ડનિંગમાં ફળ, ફૂલ સહિત અંદાજિત 80થી વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ટેરેસ ગાર્ડનિંગનું બધું જ સંચાલન વિદ્યાર્થીઓ જ સંભાળે છે. તેઓ અભ્યાસની વચ્ચે પણ ખેતી અને ફૂલ-છોડની માવજત માટે સમય કાઢી લે છે. ખાસ પ્રકારની ટિસ્યૂ કલ્ચર પદ્ધતિ વિકસાવી છે. જેની મદદથી તેઓએ અત્યાર સુધી ગુલાબ, લીંબુના તેમજ અન્ય શાકભાજીના છોડ વિકસાવ્યા છે.

હવે તેઓ કેળા સહિતના અન્ય ફ્રૂટની ખેતી માટે ટિસ્યૂ કલ્ચરની મદદ લેશે. ટેરેસ ગાર્ડનિંગની મદદથી તેઓ દર અઠવાડિયે 5 કિલો શાકભાજી અને 3 કિલો અલગ- અલગ ફ્રૂટનું ઉત્પાદન મેળવે છે. એટલું જ નહિ વિદ્યાર્થીઓ પોતાના રોજ-બરોજના જીવનમાં જે પ્લાસ્ટિક વાપરે છે તેમાંથી કાગળ, જૂના કપડાંની મદદથી સુશોભનની અનેક ચીજવસ્તુઓ બનાવે છે. જેને કારણે વિદ્યાર્થીઓને સ્ટેશનરીનો ખર્ચ પણ બચી જાય છે અને તેઓ આત્મનિર્ભર બને છે.

દર વર્ષે 18 લાખ લિટર પાણીનો સંગ્રહ કરી શકાય છે વિદ્યાર્થીઓ ગોબરમાંથી તેમજ નકામી વસ્તુમાંથી વિવિધ ઉપયોગી ચીજવસ્તુ બનાવે છે. વિદ્યાર્થીઓ આ માટે અલગ -અલગ દિશામાં રિસર્ચ કરી રહ્યા છે. જેમાં તેઓએ ગાયના છાણમાંથી ફાયર પ્રૂફ ઈંટ બનાવી છે. જેની મદદથી ગરમીમાં ઠંડક જળવાઇ રહે છે અને ઠંડીમાં હૂંફ જળવાઇ રહે છે. આ સિવાય આગના સમયે પણ આ ઈંટને કોઇ નુકસાન થતું નથી. પાણી બચતનું મહત્ત્વ સમજે તે માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. દર વર્ષે અંદાજિત 18 લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે કિચન ગાર્ડનિંગ અને મેડિસિન પ્લાન્ટેશનને કારણે અત્યારથી જ વિદ્યાર્થીઓ ખેતી અને પ્રકૃતિનું મહત્ત્વ સમજવા લાગ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *