‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શો’માં અશ્લીલ કોમેન્ટ થવાના કારણે સમય રૈના વિવાદોમાં ઘેરાયેલો છે. વિવાદ પછી, સમયે કેનેડામાં પોતાનો પહેલો શો કર્યો. આ શો દરમિયાન, સમયે પહેલીવાર શોના વિવાદ અંગે પ્રતિક્રિયા આપી છે. પ્રેક્ષકો સાથે વાતચીત કરતી વખતે, કોમેડિયને કહ્યું- એવું લાગે છે કે મારો સમય ખરાબ ચાલી રહ્યો છે, પણ યાદ રાખો કે હું જ સમય છું.
સમય રૈના હાલમાં તેના સ્ટેન્ડ-અપ શો સમય રૈના અનફિલ્ટર્ડ માટે કેનેડાના પ્રવાસ પર છે. તાજેતરમાં તેણે કેનેડાના એડમોન્ટનમાં માયર હોરોવિટ્ઝ થિયેટરમાં પર્ફોર્મ કર્યું. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સમયે તેના શોમાં કહ્યું- આ શોમાં ઘણી એવી ક્ષણો આવશે જ્યાં તમને લાગશે કે હું ખરેખર કંઈક ફની કહી શકું છું, પણ ત્યારે બીયર બાયસેપ્સને યાદ કરી લેજો ભાઈ.
કેનેડામાં સ્ટેન્ડ-અપ કરતી વખતે કોમેડિયન સમય રૈનાએ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના વિવાદ વિશે મજાક કરી લોકોને હસાવ્યા હતા. સમયે મજાકમાં આ વિવાદનો ઉલ્લેખ કર્યો અને ઓડિયન્સને કહ્યું કે તમે ટિકિટ ખરીદેને મારા વકીલની ફી ચૂકવી તે બદલ તમારો આભાર.