કાલાવડ રોડ પર વિમલનગર મેઇન રોડ પર ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશિપમાં વિંગ સી-2માં ત્રીજા માળે બ્લોક નં.305માં રહેતા પારૂલબેને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બાલાજી ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં માલધારી ફાટક પાછળ રહેતા પતિ મહેશનું નામ આપ્યું છે.
પારૂલબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.27-10-2024ના ફરિયાદીને સુમનબેન નામની મહિલાનો ફોન આવ્યો હતો અને તેઓએ ફરિયાદીના પતિ તેમની સાથે બળજબરી કરતા હોવાની અને ખરાબ હરકત કરતા હોવાનું જણાવતા ફરિયાદી પોતાના પુત્ર સાથે ત્યાં ગયા હતા અને પતિ સાથે વાત કરતા તેઓએ સુમનબેન સાથે સંબંધ અંગે સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ પતિના સગાઓને વાત કરતા તેઓએ મહેશભાઇને સમજાવી સાથે રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ પતિ ઝઘડો કરવા લાગ્યા હતા અને ‘હું જેવો છું તેવો જ રહીશ,’ કહી ઘેરથી ચાલ્યા ગયા હતા અને ફરિયાદીના ભાગે આવતી મિલકત તેની જાણ બહાર વેચી નાખવા પ્રયાસ કર્યો હતો.