ઉપલેટા ડેપોની બસ વાયા કલાણા કે મજેવડી નીકળે તો વિદ્યાર્થીઓને વધુ ઉપયોગી

ઉપલેટા ઉપલેટા જૂનાગઢ રૂટની બસ જૂનાગઢ તરફ જાય ત્યારે ધોરાજી રેલવે ફાટકનું કામ શરૂ હોય તેથી દોઢ કલાકને બદલે અઢી કલાકે પહોંચે છે, આથી મુસાફરોનો નાહકનો સમય વેડફાય છે. આથી આ બસને શોર્ટકટ ચલાવવા માંગ ઉઠવા પામી છે, જો મુસાફરોની વાજબી માગણી ધ્યાને નહીં લેવાય તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારાઇ છે. એસટી ડેપોની ઉપલેટા જૂનાગઢ એસટી બસ વાયા ધોરાજી ચાલે છે ત્યારે ધોરાજી રેલવે ફાટક નું કામ શરૂ હોય ત્યારે એસટી જમનાવડ તરફ થઈને જૂનાગઢ જાય છે. ધોરાજીથી જૂનાગઢ ફક્ત 30 મિનિટનો સમય લાગે અત્યારે ધોરાજીથી વાયા જમનાવડ ફરી ફરીને જૂનાગઢ એસટી જતી હોય ત્યારે ધોરાજી અને જુનાગઢ વચ્ચે દોઢ કલાકનો સમય લાગે છે.

વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલે પહોંચી શકતા નથી તેવી અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે ઉપલેટા તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે ઉપલેટા ધોરાજી મતવિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાને તેમજ જૂનાગઢ એસટી ડિવિઝનના અધિકારીઓને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે ઉપલેટા ડેપોની જે તમામ બસો જૂનાગઢ જાય છે તેમને વાયા કલાણા અથવા મજેવડી તરફ ચલાવવામાં આવે તો ખૂબ જ શોર્ટકટ રસ્તો છે, ઉપલેટા ડેપોને જો એસટીને વાયા કલાણા અથવા મજેવડી તરફ ચલાવવા વિદ્યાર્થીઓએ પણ માગણી કરી છે.

ધોરાજી તરફ જૂનાગઢ જવા માટે અનેક બસો મળતી હોય દર અડધી કલાકે ધોરાજીથી જુનાગઢ જવા માટે બીજા ડેપો પણ બસ ચાલે છે ત્યારે ફક્ત ઉપલેટા ડેપોને એસટીને જોવાયા આ તરફ ચલાવવામાં આવે તો જુનાગઢ જવા માટે ફક્ત દોઢ કલાકમાં સમયગાળો લાગે ત્યારે એસટીના અધિકારીઓએ સર્વે કરી તાત્કાલિક આ તરફ બસ દોડાવવા માગણી કરાઇ છે. ધોરાજી રેલવે ફાટકનું કામ ઓછામાં ઓછું બે થી ત્રણ વર્ષ જેવો સમય લાગશે ત્યારે એસ.ટી.ના રોડનો અભ્યાસ કરીને સર્વે કરીને ઉપલેટા ડેપો ની તમામ બસો વાયા કલાણા અથવા મજેવડી થઈને ચલાવવા માગણી કરી છે જો આ માગણી સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી દ્વારા એસટી સામે ઉગ્ર આંદોલન પણ થશે તેમ અંતમાં નારણભાઈ આહિરે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *