જય ખોડિયાર ટ્રીટમેન્ટ પ્લાન્ટને એક મહિનો બંધ રાખવા GPCBની નોટિસ

ગુજરાત પોલ્યુશન બોર્ડે રાજકોટ-ભાવનગર રોડ પરના એક યુનિટને અગાઉ આપેલી નોટિસના ઉલ્લંઘન બાબતે ક્લોઝર નોટિસ આપી 30 દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.રાજકોટ-ભાવનગર રોડ પરની જય ખોડિયાર ટ્રીટમેન્ટ પ્લાન્ટને ક્લોઝર નોટિસ ફટકારી એક મહિના માટે પ્લાન્ટ બંધ કરવાનું જણાવ્યું છે.

શાપર-વેરાવળ અને મેટોડા ઇન્ડસ્ટ્રીઝના 180 યુનિટના વેસ્ટ વોટરની ટ્રીટમેન્ટ આ પ્લાન્ટ દ્વારા કરવામાં આવે છે. જીપીસીબીના જણાવ્યા મુજબ નિયમ મુજબ TDS સેટ કર્યા વિના જ પાણી વહેંચવામાં આવતા સખ્ત કાર્યવાહી કરાઈ છે. તેમજ આ અંગે અગાઉ નોટિસ આપવામાં આવી હતી જેનું ઉલ્લંઘન કરતા મોટી કાર્યવાહી કરાઈ છે. રૂપિયા 10 લાખ ડિપોઝિટ જમા કરાવી યોગ્ય નિયમોનું પાલન કરવું હોય તો જ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવા નોટિસ ફટકારાઈ છે.

આ અંગે જય ખોડિયાર ટ્રીટમેન્ટ પ્લાન્ટના માલિક જગદીશ બોદર અને સંજયભાઇએ જણાવ્યું હતું કે, 28 જાન્યુઆરીએ ગાંધીનગરથી ચેકિંગ આવ્યું હતું જેમાં જીપીએસ સિસ્ટમના લિંકઅપ અંગે કહેવામાં આવ્યું હતું. જે નોટિસનો જવાબ અમે 4 ફેબ્રુઆરીના રોજ આપી દીધો હતો તેમ છતાં 11 ફેબ્રુઆરીએ અમને ફરી નોટિસ આપી છે કે, તમે જવાબ આપ્યા નથી, પરંતુ અમારી પાસે જવાબ આપ્યાની ઇન્વર્ડ કોપી પણ છે જે વેબસાઇટ પર પણ અપલોડ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *