રાજકોટની 5 ન.પા. અને 4 તા.પં.માં કાલે મતગણતરી

રાજકોટ જિલ્લામાં આવતીકાલે નગરપાલિકાની 5 અને 4 તાલુકા પંચાયતની 6 બેઠક માટે મત ગણતરી થવાની છે. ત્યારે EVM મશિન સિલ કરી મત ગણતરી કેન્દ્ર સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. 11 કાઉન્ટિંગ સેન્ટર પરથી મતગણતરી થવાની છે. જેને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું કલેકટરે જણાવ્યું હતું તો સાથે જ EVM હોવાથી ઝડપથી પરિણામો જાહેર થશે. જેતપુર નવાગઢમાં વધુમાં વધુ 24 ટેબલ પર 12 રાઉન્ડમાં મતગણતરી થશે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રાજકીય આગેવાનો અને મીડિયા કર્મીઓને ચૂંટણી શાખાએ આપેલા આઈ ડી કાર્ડ સાથે એન્ટ્રી લેવા જણાવ્યું હતું. જેતપુરમાં મતદાન દરમિયાન EVM માં ખામીને લીધે મતદારોની ભીડ એકત્ર થયો હોવાની ફરિયાદ સિવાય આચારસંહિતા ભંગની એક પણ ફરિયાદ આવી ન હોવાનું જણાવ્યું હતું.

11 રાઉન્ડમાં મતગણતરી થશે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટની 5 નગરપાલિકા અને 4 તાલુકા પંચાયતની 6 બેઠક માટેનું મતદાન શાંતિ પૂર્વક રીતે પૂર્ણ થઈ ગયું અને હવે 18 ફેબ્રુઆરી એટલે કે મંગળવારે 11 કાઉન્ટિંગ સેન્ટર પરથી મતગણતરી કરવામાં આવશે. જેમાં 11 રાઉન્ડમાં મતગણતરી થશે. જેતપુરમાં સૌથી વધુ 24 ટેબલો પરથી મતગણતરી કરવામાં આવશે. EVMમાં કાઉન્ટિંગ થવાનું હોવાથી ઝડપથી પરિણામો આવશે. જે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *