રશ્મિકા મંદાના આ દિવસોમાં તેની ફિલ્મ ‘છાવા’ માટે ચર્ચામાં છે. હાલ તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેણે કહ્યું છે કે તે હૈદરાબાદથી છે. રશ્મિકાની આ વાત સાંભળીને તેના કન્નડ ફેન્સ ગુસ્સે થયા અને એક્ટ્રેસ પર તેના મૂળ ભૂલી જવાનો આરોપ લગાવ્યો.
તાજેતરમાં રશ્મિકા મંદાના ફિલ્મ ‘છાવા’ ના પ્રી-રિલીઝ ઇવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન રશ્મિકા કહેતી જોવા મળી, હું હૈદરાબાદથી છું અને હું એકલી આવી છું. આજે મને આશા છે કે હું તમારા પરિવારનો એક ભાગ છું.
રશ્મિકાના આ વીડિયો સામે આવતાની સાથે જ તેના કન્નડ ફેન્સ ગુસ્સે થઈ ગયા. કોઈએ આ વીડિઓ X પર શેર કર્યો છે. કેપ્શનમાં પણ લખ્યું કે- ક્યારેક મને તમારા પર દયા આવે છે કે તમને અમારા કન્નડ લોકો તરફથી આટલી બધી નકારાત્મકતા મળે છે. પણ જ્યારે તમે આવા નિવેદનો આપો છો, ત્યારે મને લાગે છે કે તે સાચા છે.