ધોરાજી નગરપાલીકાની ચુંટણી સંદર્ભે વોર્ડ નંબર બે માં ગોંડલ નગરપાલીકા ની સરકારી ગાડીમાં બેસીને નગરપાલિકાનાં હોદ્દેદાર અને ભાજપ નાં પદાધિકારીઓ ચુંટણી પ્રચાર માટે ખેસ નાંખી નીકળ્યા હોવાની ચર્ચા ઉઠતા વોર્ડ નંબર બે ના રહીશો એ સરકારી ગાડીમાં આવેલા આગેવાનોને પૂછતા એક ભાજપનાં આગેવાને લતાવાસીઓને મોઢે જણાવ્યુ હતુ કે જાઓ તમે ચુંટણી પંચ માં અમારી ફરીયાદ નોંધાવી દો તેવાં વાયરલ વિડિયો એ ચકચાર મચી જવા પામી છે આ મામલે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરાઈ છે
સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ હ જણાવ્યું હતું કે ભાજપ ચૂંટણી જીતવા માટે હવાતીયા મારી રહી છે અને સરકારી તંત્રનો અને સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહી છે. તંત્ર વાહકો જાણી સત્તાની સામે એક ત્રાજવે બેસી ગયું હોય તેવો તાલ સર્જાઈ જઈ રહ્યો છે. આ મામલે અમે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવાની કામગીરી હાથ ધરી છે આ બાબતે ચૂંટણી પંચ દ્વારા જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે નામદાર કોર્ટ સમક્ષ જવાની તૈયારી રાખી છે.
આ મામલે ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ શહેર કોંગ્રેસ સમિતિ તરફથી ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી અને જણાવેલ હતું કે બહાર ગામના બાહુબલી લોકો દ્વારા શહેરમાં આવી મતદારોને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ કરે છે જે નીંદનીય છે અને આવા શક્ષો સામે કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.