ધોરાજી નગર પાલિકાની યોજાનાર ચૂંટણી અનુસંધાને ભાજપના મેન્ડેટ વિરુધ્ધ જઇ ચૂંટણીમાં પક્ષના ઉમેદવારની સામે ફોર્મ ભરવા તેમજ પક્ષ વિરુધ્ધની પ્રવૃત્તિ કરવા બદલ ધોરાજીના ત્રણ પૂર્વ નગરસેવકને પક્ષના તમામ હોદા પરથી 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ શહેર ભાજપ પ્રમુખને પક્ષના આ નિર્ણયની જાણ કરી છે.
ધોરાજી નગર પાલિકાના વોર્ડ નંબર 1ના પૂર્વ નગર સેવક સોનલબેન બાલધાએ મેન્ડેટના વિરુધ્ધ જઇ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે તો વોર્ડ નંબર 1ના જ પરેશભાઇ જયસુખભાઇ પંડ્યાએ ટિકિટ ન મળતાં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે અને જયેશભાઇ વઘાસિયાએ પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ હાથ ધરતાં ઉપરોક્ત ત્રણેને ભાજપના તમામ હોદા પરથી આગામી 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ યાદીમાં જાહેર કર્યું છે.