ગોંડલમાં બાયોડિઝલનો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે અને એ નવી વાત નથી ત્યારે તંત્ર દ્વારા દરોડો પાડી બાયોડીઝલનાં સીઝ કરાયેલા જથ્થાનું વેપારી દ્વારા ફરીથી વેચાણ કરાઇ રહ્યાનું બહાર આવતા તંત્ર દ્વારા ફરી આ જથ્થો સીઝ કરી પોલીસ ફરિયાદ થયાની વિગતો સામે આવી છે.
ગોંડલનાં નેશનલ હાઇવે જામવાડી પાસે કનૈયા હોટલની પાછળ આવેલા રાજલ ટ્રેડર્સ નામની પેઢીનાં માલીક ભરત ભુદરભાઇ બકરાણીયાને અન્ન અને નાગરિક પુરવઠા ટીમ ગાંધીનગર તથા તાલુકા મામલતદાર ડોડીયા એ પાંચ હજાર લિટર બાયોડીઝલના જથ્થા કિંમત રૂપિયા 3,60,000 સાથે ઝડપી લઇ તેની સામે આગળની કાર્યવાહી કરી હતી.
દરમિયાન વિવાદાસ્પદ વેપારી ભરત બકરાણીયા દ્વારા તંત્રની કાર્યવાહીની ઐસીતૈસી કરી ફરી સીઝ કરાયેલા બાયોડીઝલનું વેચાણ શરુ કરતાં મામલતદાર અને ગાંધીનગરની ટીમ દ્વારા જથ્થો સીઝ કરી તાલુકા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.