રાજકોટના રતનપર ગામે વૃજ વાટિકામાં રહેતા દશરથસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ (ઉ.47) એ પોતાના ઘેર પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બહારથી આવેલા પત્ની ઘેર આવતા પતિને લટકતી હાલતમાં જોઇને દેકારો કરતા પાડોશના લોકો એકઠા થઇ ગયા હતા. બનાવને પગલે કુવાડવા પોલીસ મથકના જમાદાર નારણભાઇ સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં મૃતક આધેડ તેના ઘર પાસે પાનની દુકાન ચલાવતા હોવાનું અને ત્રણ ભાઇઓમાં વચેટ હોવાનું તેમજ આ પગલું ક્યા કારણોસર ભર્યું તે અંગે અજાણ હોવાનું તેના પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.