જેતપુરમાં સર્વજ્ઞાતિ માટે યોજાશે રજવાડી સમૂહ લગ્નોત્સવ

જેતપુર ખેડૂતનેતા જયેશ રાદડિયાના વડ પણ હેઠળ ચાલતી સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા આગામી સમયમાં સમગ્ર ગુજરાત સર્વ જ્ઞાતિ રજવાડી સમુહ લગ્નનું વ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા લોકમેળા ઉપરાંત લોક ઉપયોગી સેવા કાર્યો તેમજ શહેરના વિકાસમાં યોગદાન આપતું હોય સાથે સાથે 16 વખત ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય વધુ એક વખત સૌરાષ્ટ્રના સાવજ સહકારી નેતા ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા સ્મરણાર્થે જયેશભાઈ રાદડિયા ના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ 20 એપ્રિલ, 2025ને રવિવારના રોજ સમગ્ર ગુજરાત સર્વ જ્ઞાતિ રજવાડી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સર્વ જ્ઞાતિજનો જોડાઇ શકશે.

સમૂહ લગ્નોત્સવમાં જોડાનાર નવ દંપતિઓને સોના ચાંદીની વસ્તુ ઉપરાંત સેટી પલંગ, કબાટ, ખુરશી ઉપરાંત ઘર વપરાશની અનેક ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે અને આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવા ઈચ્છતા યુવક યુવતીઓના વાલીઓએ તા. 31/3/25 સુધીમાં વહેલો તે પહેલાંના ધોરણે મનહરભાઈ વ્યાસ રુચિ કોમ્પલેક્ષ, સ્ટેન્ડ ચોક, ત્રીજો માળ, જેતપુર ખાતેથી ફોર્મ મેળવી ભરીને પરત જમા કરવાના રહેશે. વધુ વિગત માટે પ્રવીણભાઈ ગજેરા, પ્રવીણભાઈ નંદાણીયા , સવજીભાઈ બુટાણીનો સંપર્ક સાધવો. સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા સંસ્થાના મહાનુભાવો જયંતીભાઈ રામોલિયા, વસંતભાઈ પટેલ, અરવિંદભાઈ વોરા, મનીષભાઈ કરેડ, વિનોદભાઈ કપુપરા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *