જેતપુર નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને સીટી પોલીસ શાંતિથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે ગેરકાયદેસર હથિયારો પકડવાની ડ્રાઇવ ચાલુ હોય ત્યારે હથિયારની એક બાતમી મળી હતી. જેથી સીટી પોલીસ શહેર ચાંપરાજપુર રોડ પર પાંજરાપોળના દરવાજા પાસે વોચમાં બેઠી હતી ત્યારે બાતમીવાળો શખ્સ ત્યાંથી પસાર થતા પોલીસે તેનો ઉભો રાખી તેની તલાશી લેતા તેની પાસેથી દેશી તમંચો અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતાં.
જેથી પોલીસે આ શખ્સની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશને લાવી તેનું નામ સરનામું પૂછતાં પકડાયેલા શખ્સ રાહુલ મહેશકુમાર ચંદ હોવાનું અને તે મૂળ રાજસ્થાનનો હાલ મામા વાડી પાસે રજવાડી મિલ્કમાં કામ કરતો હોવાનું અને ત્યાંજ રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી રાહુલની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી તેના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.