શહેરમાં નવાગામમાં રહેતી અને હાલ રેલનગરમાં માવતરના ઘેર રહેતી પરિણીતાને પતિ અવારનવાર શંકાઓ કરી મારકૂટ કરતો હોય અને ત્યારબાદ માવતરેથી દોઢ લાખ રૂપિયા લઇ આવ કહી ઘેરથી પહેરેલ કપડે કાઢી મૂકતા મહિલા પોલીસે પતિ સહિતના સાસરિયાંઓ સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રેલનગરમાં શ્રદ્ધા રેસિડેન્સીમાં માવતરના ઘેર રહેતા રાધિકાબેન મહેશભાઇ ધામેચાએ પતિ મહેશ, સસરા લાખાભાઇ ચનાભાઇ ધામેચા, સાસુ કાન્તાબેન, દિયર નરેશ લાખાભાઇ અને દેરાણી મનીષાબેન નરેશભાઇ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન બે વર્ષ પહેલાં મહેશ સાથે થયા હતા બાદમાં_ સંયુક્ત પરિવારમાં રહેતા હોય, લગ્નના બે માસ બાદ પતિ અવારનવાર દારૂ પી ઘેર આવી શંકાઆે કરી ઝઘડાઆે કરી મારકૂટ કરતા હતા અને સાસુ સહિતના કામ બાબતે મેણાં મારતા હતા. દરમિયાન મારા પિતાની તબિયત બગડતા તે માવતરે ગયા હતા. બાદમાં પિતાના અવસાન બાદ પતિ સહિતનાઓ તેડવા આવ્યા ન હતા બાદમાં પરિવારે વાત કરતા પિયરથી દોઢ લાખ લઇને મોકલવાનું કહેતા હોય અને છેલ્લા એક વર્ષથી સમાધાન કરતા ન હોય પરિણીતાએ ફરિયાદ કરતા મહિલા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.