રાજકોટ મનપાના કમિશનરે દરેક વિભાગની કામગીરી અંગે માહિતી મેળવી અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. ત્યારબાદ શહેરની સફાઇની કામગીરી સંભાળતી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કર્મચારીઓની લાંબા સમય બાદ સામૂહિક બદલી કરવાનો હુકમ કમિશનરે કર્યો છે. જેમાં એક જ વોર્ડમાં કામ કરતાં સેનિટેશન ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં કામગીરી કરતા વાઘેલા જીજ્ઞેશની રૈયાધાર સ્ટેશન, વ્યાસ મૌલેશની વોર્ડ નં.1, ગોહિલ હરેશની વોર્ડ નં.5, જોશી પરેશની વોર્ડ નં.2, ક્રિસ્ટી પ્રિમરોઝની વોર્ડ નં.18, પરમાર કિરીટની વોર્ડ નં.3ના ડ્રેનેજ વિભાગમાં, ટાંક ભરતની વોર્ડ નં.7, પ્રજાપતિ ધીરૂભાઇની વોર્ડ નં.6, નરવને દુષ્યંતની વોર્ડ નં.12, લખતરિયા ચેતનની કોઠારિયા સ્ટેશન, ડાભી વિજયની વોર્ડ નં.15, પાડલિયા નિરવની આઇઇસી સેલ, દરજી વિનોદની 150 ફૂટ રોડ, બાલા મનસુખની વોંકળા સફાઇ, હેરમા વિજયની વોર્ડ નં.18, લખતરિયા હોમિનની વોંકળા સફાઇ, બારોટ ભારદ્વાજની રૈયાધાર સ્ટેશન, પટેલ જયંતની વોર્ડ નં.13, કરમટા પરેશની વોર્ડ નં.1, તેરૈયા કેયૂરની સેન્ટ્રલ ઝોન ઓફિસ, મકવાણા મયૂરની વોર્ડ નં.16, ચૌહાણ જયની વોર્ડ નં.18, ખૂંટ વિમલની વોર્ડ નં.1, ગાંગાણી મહેશની નાકરાવાડી લેન્ડફિલ સાઇટ, વ્યાસ પ્રશાંતની વોર્ડ નં.6, રાઠોડ કિરીટની વોર્ડ નં.2, રાઠોડ મયૂરની વોર્ડ નં.15ના ડ્રેનેજ વિભાગમાં, નિનામા યોગેશની વોર્ડ નં.7 અને રાણાવસિયા પ્રતિકની વોર્ડ નં.15માં બદલી કરાઇ છે.