ધોરાજી પાલિકા ચૂંટણીમાં ભાજપના વોર્ડ નંબર 2 નાં ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને ફોર્મ પરત ખેંચવાની મુદત આજે પૂર્ણ થઇ હતી અને ચિત્ર સ્પષ્ટ થયું હતું તેમજ 110 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે.
ધોરાજીમાં વોર્ડ નંબર 2 નાં ભાજપના પ્રવીણભાઈ દવેએ ફોર્મ પાછું ખેંચી લીધું છે તેમજ ,વોર્ડ નંબર 2 માંથી સમાજવાદી પાર્ટીમાંથી યોગેશભાઈ ભાષા તેમજ વોડ નંબર 4 માં આમ આદમી પાર્ટીમાંથી સુરેશભાઈ અંટાળા વોર્ડ નંબર 9 માંથી આમ આદમી પાર્ટીના શર્મિલાબેન જરવલીયા મળીને કુલ ચાર ઉમેદવારી ફોર્મ ખેંચાયા હતા
પ્રવીણભાઈ દવેએ ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપમાં ભડકો થયો હતો અને એવી કાનાફૂસી થઇ હતી કે પક્ષ પોતાના ઉમેદવારને પણ સાચવી શક્યા ન હતા