ગોંડલ આટકોટ હાઇવે પર બનાવવામાં આવેલા બમ્પ પર રેડિયમના પટ્ટા ન હોવાથી પુુરપાટ આવતા વાહનચાલકો ફંગોળાતા હતા અને અકસ્માત નોતરી બેસતા હતા ત્યારે આ અંગેનો તસવીરી અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયો હતો અને સ્પીડ બ્રેકર પર રેડિયમના પટ્ટા મારવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી અને તાબડતોબ પીળા પટ્ટા તો મારી જ દેવામાં આવ્યા હતા.
રેડિયમના પટ્ટા લગાવવામાં આવતાં દુર દુરથી જ વાહનચાલકોને આ સ્પીડ બ્રેકર દેખાઇ જતું હોવાથી વાહનની ગતિ ધીમી થઇ જવાને લીધે અકસ્માતોની સંખ્યા હવે ઘટશે અને વાહનચાલકોની સુવિધા વધશે.