કુદરતે ચારે બાજુ અખૂટ સૌંદર્ય વેર્યું છે, બસ તેને નિહાળવા માટે અનોખી દ્રષ્ટિ હોવી જોઈએ. નરકેસરી સાવજની ડણકથી સતત ગાજતું અને ગુંજતું રહે છે તેવા ગીરજંગલમાં ખળખળ વહેતાં ઝરણા-નદીઓનું સૂરમયી સંગીત પણ સતત વહેતું રહે છે. આ વર્ષે કુદરતે મહેર કરી છે. એટલે ગીરજંગલના નદી તળાવોમાં વહેતા સ્વચ્છ જળમાં તરસ છીપાવવા ચિંકારા હરણ જેવા ભોળા અને ચોપગા પ્રાણીઓની અવરજવર પણ સતત રહે છે. સત્તાધારથી કનકાઈ માતાજી વચ્ચેનું જંગલ મધ્યગીર કે પાછી ગાંડીગીર તરીકે ઓળખાય છે. અહીં કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠયું છે.
મનને તૃપ્ત કરી દે તેવી નીરવ શાંતિ વચ્ચે ખળખળ વહેતા નદીના ઝરણામાં ચિંકારાનો એક સમૂહ તરસ છીપાવવા આવી પહોંચ્યું ત્યારે તેમને કચકડે ક્લિક કરી લેવાયા હતા