ગોંડલ તાલુકાનાં ચોરડી નજીક આવેલા વાવડીનાં વીડો ગામે રહેતી યુવતીએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી , જીલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરીને જણાવ્યુ કે પોતાનું અપહરણ કરી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ જુનાગઢ એ ડીવીઝન તથા વિરપુર પોલીસે લીધી નથી અને પોલીસ સ્ટેશનનાં ધક્કા ખવરાવ્યા છે. આથી ન્યાય નહીં મળે તો આજે તા.4ના રોજ વિરપુર પોલીસ સ્ટેશન અથવા એસપી કચેરી સામે આત્મવિલોપન કરીશ તેવી ચીમકી ઉચ્ચારી છે.
કિર્તીબેન પરમારે રજુઆતમાં જણાવ્યું કે વાવડીના વીડો રહેતા વલ્લભભાઈ જાદવભાઇ ઘોળકીયા ઉપરાંત એક મહીલા સહીત સાત શખ્સોએ તા. 20/12/24 નાં મારું ઘર ભંગાવી નાખવાની ધમકી આપી મારુ અપહરણ કરી જૂનાગઢનાં દોલતપરા વિસ્તા માં લઇ જઇ ગોંધી રાખી હતી, જ્યાં આરોપીઓ દ્વારા છેતરીને મૈત્રી કરાર કરાવી ગોંધી રાખી છરીની અણીએ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જેથી મેં આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા અંગે વિરપુર પોલીસમાં ફરિયાદ કરી તો જુનાગઢ ગુનો બને છે ત્યાં જાવ તેવુ પોલીસ તરફથી કહેતા જુનાગઢ એ’ ડીવીઝન પોલીસ સ્ટેશન ગઈ હતી.પરંતુ ત્યાં વિરપુર પોલીસમાં જાવ તેવુ જણાવી યોગ્ય જવાબ નહી આપી ધક્કા ખવરાવતાં હોય આખરે મારે ન્યાય માટે આત્મવિલોપન કરવાની ફરજ પડી રહી છે, જો મને કંઈ પણ થશે તો જૂનાગઢ અને વિરપુર પોલીસ તથા એસપી કચેરીની જવાબદારી રહેશે તેવું જણાવ્યું હતુ.