રાજકોટના એક વિસ્તારમાં રહેતી મહિલાએ સરકારી શિક્ષણ સંસ્થાના પ્રિન્સિપાલ પતિ સામે કોર્ટમાં ખાધાખોરાકી અંગેની ફરિયાદ કરી હતી. જેમાં તેના લગ્નબાદ પિયરમાંથી પૈસા સહિતની વસ્તુ લઇ આવવા દબાણ કરી ત્રાસ આપતો હોય અને ત્યારબાદ સંતાનોની શિક્ષણની ફી સહિતની માંગ કરતો હતો. બાદમાં તેને નોકરી મૂકી દીધાનું નાટક કરી તેના વારસાઇ હકો તેના મોટા ભાઇના સંતાનના નામે કરી આપી તેમજ તેની પત્ની અને સંતાનોને મકાનમાંથી કાઢી મૂકવા વેચવા કાઢી અવારનવાર દારૂ પી ઘેર આવી ધમાલ મચાવી કોરાનાકાળમાં પહેરેલ કપડે બે સંતાન અને પત્નીને કાઢી મુક્યાનું જણાવ્યું હતું.
રાજકોટમાં રહેતી કૌશલ્યાબેન (નામ બદલાવેલ છે)ના લગ્ન સરકારી શિક્ષણ સંસ્થાના કર્મચારી સાથે થયા હતા બાદમાં તેના પતિના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય પિયરથી ઘરનું કરિયાણું સહિતની વસ્તુઆે મોકલતા હતા અને કરિયાવરમાં આવેલા દાગીના, રોકડ, સહિત સાસરિયાંઓએ લઇ લીધા હતા. બાદમાં વિના કારણે પરિણીતાને હેરાન કરતા અને પતિને ચડામણી કરતા હોય તે ઝઘડાઓ કરતો હતો.
તેના જેઠ બીમાર પડતા તેની પાસે સેવા કરાવતા હતા અને તેના જેઠના પુત્ર સહિતના તેના પિતાની સેવા પણ કરતા ન હોય વાત કરતાં તેની સાથે પતિ ઝઘડો કરી મારકૂટ કરતો હતો. બાદમાં જેઠનું અવસાન થતા તે સરખી સેવા ન કરી તેથી મારા ભાઇનું અવસાન થયું તેમ કહી મને ત્રાસ આપતા અને તેના ભાઇના મરણના આઠમા દિવસે તેના પુત્રને મારા પતિએ મોંઘો ફોન પણ લઇ આપ્યો હતો અને હવે હું મારા ભાઇના પરિવારનું ધ્યાન રાખીશ કહ્યું હતું. બાદમાં પરિવારની ચડામણીથી મારા પતિ મને પિયર મૂકી ગયા હતા. અમારા સંતાનોની પરીક્ષા હોય ભણતર ન બગડે તેથી અમે સંતાનોને લઇને રાજકોટ આવ્યા આવતા. તને માંડ કાઢી મૂકી છે હવે મારે તને ઘરમાં નથી ઘરવા દેવી કહી મકાનને તાળાં મારી દીધા હતા. બાદમાં તે બન્ને સંતાન સાથે મકાનના ઓટા પર બેઠી રહી અને સવારે પુત્ર ડ્રેસ કે સ્કૂલબેગ વગર સ્કૂલે પરીક્ષા આપવા ગયો હતો. બાદમાં અમારા પરિવારે વાત કરતા તમને શું પડી છે હું એનો બાપ છું મારે મારા પુત્રને નથી ભણાવો તેમ કહ્યું હતું.