આટકોટમાંથી ઝડપાયેલા 450 લિટર બાયો ડીઝલ મુદ્દે હોટેલ માલિક સામે ગુનો

આટકોટ રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલના કરોબાર ઉપર રોક લગાવવા રાજકોટ ગ્રામ્ય પોલીસ અને પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે ત્યારે પુરવઠા વિભાગે એક વર્ષ પૂર્વે ભાવનગર રાજકોટ હાઈવે પાવર હાઉસની બાજુમાં બળધોઈ ડુંગર સામે આવેલી કવિરાજ હોટલની પાછળના ભાગે આવેલા એક પતરાના શેડવાળી ઓરડીમા ધમધમતા બાયો ડીઝલના કાળા કારોબાર પર પોલીસે દરોડો પાડી ૪૫૦ લિટર બાયો ડીઝલ પકડયું હતું.જે મામલે રિપોર્ટ આવ્યા બાદ હોટલ માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

જસદણ તાલુકાના મામલતદાર આઈ. જી. ઝાલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં બળધોય ડુંગર સામે આવેલ કવિરાજ હોટલના માલિક રાણાભાઈ નકાભાઈ માવલીયા (રહે. જસદણ, વીંછિયા રોડ)નું નામ આપતા જણાવ્યું હતું કે, તા. ૨૯-૦૨-૨૦૨૪ના પુરવઠા વિભાગ દ્વારા બળધોઈ ડુંગરની સામે આવેલ કવિરાજ હોટલની પાછળના ભાગે આવેલ એક પતરાના શેડવાળા બાંધકામની બાજુમાં થતાં બાયોડિઝલના વેચાણ થતું હોવાથી દરોડો પાડયો હતો. અને સ્થળ પરથી ત્રણ પ્લાસ્ટીકના બેરલમાંથી અંદાજે ૪૫૦ લિટર બાયોડિઝાલ કબેજ કર્યું હતું. બાદમાં આ પ્રવાહીના નમુનાઓ પૃથ્થકરણ માટે ગાંધીનગર મોકલ્યા હતા.જેનો રિપોર્ટ ગઈકાલે આવતા તે બાયોડિઝલ હોવાનું ખૂલતાં પોલીસે હોટલ માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *