દુષ્કર્મ ગુજારવા રૂમ આપનાર મિત્રને 10 વર્ષની સજા

રાજકોટ શહેરમાં રહેતી 16 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં સ્પે. પોકસો કોર્ટ દ્વારા મુખ્ય આરોપીને 20 વર્ષની સજા ફટકારાઈ છે, જયારે દુષ્કર્મ આચરવા માટે રૂમ આપી મદદગારી કરનાર મુખ્ય આરોપીના મિત્ર સહઆરોપીને 10 વર્ષની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનારને સરકારની સ્કીમ મુજબ 7 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.

આરોપી વિશાલને બધુ જાણતો હોવા છતા રૂમ આપ્યો રાજકોટ શહેરના ઢેબર રોડ ઉપર રહેતા એક પરીવારની સગીરા સાથે થયેલ દુષ્કર્મની ઘટનાને કારણે ભોગ બનનારના પિતાએ તા.28.04.2022ના રોજ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે રાજકોટ-જામનગર રોડ પર આવેલ બજરંગવાડી વિસ્તારમાં રહેતા વિશાલ ચના પરમારનું નામ આપ્યું હતું. ત્યારબાદ કેસની તપાસ દરમિયાન અન્ય આરોપી તરીકે હુશેન રફિક શાહમદારનું નામ ખુલ્યું હતું અને તેણે દુષ્કર્મ આચરવા માટે મુખ્ય આરોપી વિશાલને બધુ જાણતા હોવા છતા રૂમ આપ્યો હતો.

ભોગ બનનાર સગીરા નવરાત્રીમાં ગરબી રમવા જતી તે સમયે આરોપી વિશાલ ચનાભાઈ પરમાર ત્યાં આવતો. આ દરમિયાન સગીરાને પોતાનો મોબાઈલ નંબર આપી પ્રેમજાળમાં ફસાવી હતી. અવારનવાર આરોપી વિશાલ સગીરાને અલગ-અલગ જગ્યાએ ફરવા લઇ જતો હતો. આ દરમિયાન 27.04.2022ના રોજ સગીરા શાળાએ જવાનું કહી ગયા બાદ રાત્રિના સમય સુધી પરત ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. બાદમાં સગીરા ઘરે આવતા તેની પૂછપરછ કરતા આરોપી વિશાલ પરમાર તેના મિત્રના ઘરે લઇ જઇ લગ્નની લાલચ આપી બે વખત શારીરિક સબંધ બાંધ્યા હોવાનું કહ્યું. સગીરાના પિતાએ આરોપી વિરુધ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *