સોમનાથમાં નહીં થાય ઉર્સની ઉજવણી

સુપ્રીમ કોર્ટે ગુજરાતના સોમનાથમાં ઉર્સને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. એક અરજીમાં ગીર સોમનાથ જિલ્લામાં તોડી પાડવામાં આવેલી દરગાહ ખાતે 1થી 3 ફેબ્રુઆરી દરમિયાન ‘ઉર્સ’નું આયોજન કરવાની પરવાનગી માગવામાં આવી હતી. જસ્ટિસ બી.આર. ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાની રજૂઆતોની નોંધ લીધી કે સરકારી જમીન પર મંદિરો સહિત તમામ અનધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવ્યાં છે. આ ઘણા દાયકાઓ પછી બનશે, જ્યારે સોમનાથ નજીક યોજાતો ઉર્સ યોજાશે નહીં.

સુપ્રીમ કોર્ટમાં શું થયું? મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું હતું કે ઉર્સ વર્ષોથી થઈ રહ્યો છે, પરંતુ વહીવટીતંત્રે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. વકીલે કહ્યું હતું કે ત્યાં દલીલ એવી હતી કે ત્યાં કોઈ દરગાહ નહોતી. ઉર્સ માટે પરવાનગી માગનારા પક્ષ તરફથી હાજર રહેલા વકીલે જસ્ટિસ બી.આર. ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચને જણાવ્યું હતું કે રેકોર્ડ દર્શાવે છે કે 1960 સુધી અમુક શરતો સાથે પરવાનગી આપવામાં આવતી હતી અને દર વર્ષે ત્રણ દિવસનો ઉત્સવ યોજાતો હતો. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ પક્ષનો દાવો છે કે આ દરગાહ 1299થી અસ્તિત્વમાં છે. એ એક સંરક્ષિત સ્મારક છે, પરંતુ હવે એને તોડી પાડવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *