રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે મહામુકાબલો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી T20 સિરીઝની ત્રીજી મેચ આજે (28 જાન્યુઆરી) રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. ઈન્ટરનેશનલ મેચમાં હજારોની સંખ્યામાં પ્રેક્ષકો આવવાના હોય પોલીસ વિભાગ તરફથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ત્યારે સયાજી હોટલ બહાર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની એક ઝલક જોવા ક્રિકેટ રસિકો ઉમટી પડ્યા છે.

ખંઢેરી પાસે આવેલા સ્ટેડિયમમાં રમાનારી મેચના પગલે બપોરે 4 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા સુધી રાજકોટ-જામનગર હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. રાજકોટમાં આજે રમાનારી T20 મેચને લઈ ગ્રાઉન્ડથી લઈ રસ્તાઓ પર કેવી વ્યવસ્થા છે તેની આગળ વાત કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *