રાજકોટના ભગવતીપરામાં આવેલ પરમાર એન્ટરપ્રાઈઝ સહિતની પેઢીઓએ સેન્ટ્રલ GSTમાં બનાવટી બીલીંગ, દસ્તાવેજો દ્વારા બોગસ ઇનપુટ ક્રેડીટ મેળવવાના કૌભાંડમાં પોલીસે જૂનાગઢના બેંક કર્મીની ધરપકડ કરી સઘન પૂછતાછ હાથ ધરી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે સુત્રાપાડાથી બોગસ પેઢીનુ બેન્ક એકાઉન્ટ ખોલી આર્થિક લાભ મેળવી બોગસ પેઢીના GST બિલો વેચેલ આરોપી પ્રશાંત ગીરીશ યોગાનંદી (ઉ.વ.29)ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સરકારને 61,38,168નું આર્થિક નુકશાન પહોંચાડી ગુનો કર્યો થોડા સમય પહેલાં ભગવતીપરા વિસ્તારમાંથી પરમાર એન્ટરપ્રાઈઝના નામથી બનાવટી ભાડા કરાર બનાવી ભાડા કરાર સેન્ટ્રલ GST ઓફિસ રાજકોટમાં ઓનલાઈન રજૂ કરી પરમાર એન્ટરપ્રાઈઝના નામે GST નંબર મેળવી બોગસ ઇનપુટ ટેક્સ મેળવવા માટે અન્ય કંપનીઓના સંચાલકો સાથે મળી ગુન્હાહિત કાવતરૂ રચી બનાવટી બીલીંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી રજુઆતો દ્વારા બોગસ ઇનપુટ ક્રેડીટ મેળવી સરકારને 61,38,168નું આર્થિક નુકશાન પહોંચાડી ગુનો કર્યો હતો. જે મામલે આર્થિક ગુના નિવારણ શાખાના ઈન્ચાર્જ અને હાલ SOG પીઆઈ એસ.એમ.જાડેજા અને ટીમે તપાસ હાથ ધરી. અમદાવાદથી મહેશ લાંગા સહિતના આરોપીને પકડી પાડ્યા હતાં. જેમાં પરમાર એન્ટરપ્રાઈઝ પેઢીના સંચાલક સુધીરની પૂછતાછમાં જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલ એકસીસ બેંકના કર્મચારીનો મહત્વનો રોલ નીકળ્યો હતો.