રાજકોટમાં IND-ENGના ખેલાડીઓની નેટ પ્રેક્ટિસ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી T20 સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં આવતીકાલે 28 જાન્યુઆરીના રોજ રમાવવાની છે, ત્યારે આજે બંને ટીમ દ્વારા નિરંજન શાહ સ્ટેડિમય ખાતે નેટ પ્રેકટિસ કરવામાં આવી રહી છે. બપોરના 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ટીમ ઇંગ્લેન્ડના ખેલાડીઓ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી હતી. જ્યારે સાંજના 5 વાગ્યાથી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પ્રેક્સિટ કરવા સ્ટેડિયમમાં આવી પહોંચ્યા છે. જેઓ રાત્રિના 8 વાગ્યા સુધી પ્રેક્સિટ કરશે.

નેટ પ્રેક્ટિસ પૂર્વે ટીમ ઇંગ્લેન્ડના ખેલાડી માર્ક વુડ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડની ટીમ પોઝિટિવ છે. હજુ સીરિઝમાં ત્રણ મેચ બાકી છે તેમાં જીતવાનો પૂરો પ્રયાસ કરીશું. પહેલી મેચમાં હાર બાદ બીજી મેચ બહું કલોઝ રહી તો હવે આગળની મેચમાં વધુ એફર્ટ્સ સાથે ટીમ મેદાનમાં ઉતરશે. સીરિઝની બીજી મેચ ખૂબ મનોરંજન ભરી હતી. T20 ફોર્મેટ ખૂબ ઝડપી કોઈપણ એક ઓવરમાં મેચનો માહોલ બદલી દેતો હોય છે. જેથી હવે આગામી મેચોમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે ઇંગ્લેન્ડની ટીમ તૈયાર છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, મારી બોલિંગમાં હજુ સારી ગતિ અને આગળના બેટરોને આઉટ કરવા માટે પ્રયત્ન કરીશું કે જેના પરિણામ આગળ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ સારું પ્રદર્શન કરવા માટે વધુ ફોકસ રહી શકે. પરિસ્થિતિની વધુ ચિંતા કર્યા વગર કોચ મેક્લમ પણ આગળનું વિચારી રહ્યા છે. અમે શરૂઆતમાં જ વિકેટો લેવાનો પ્રયાસ કરીશું જેનાથી સામેની ટીમ પર પ્રેશર બનાવી શકીએ. રાજકોટની પીચ પર સ્પીનર્સને મદદ મળતી હોય તો અમારી પાસે વર્લ્ડ ક્લાસ સ્પિનર અબ્દુલ રશીદ છે જે મિડલ ઓર્ડરના બેટરોને આઉટ કરવા માટે ખૂબ સારો વિકલ્પ છે તેની સાથે લિવિમ લિવિંગસ્ટન્ટ પણ અમારી પાસે બીજા સ્પિનર તરીકે વિકલ્પ છે. અત્યાર સુધીના બંને મેચમાં પીચનો સ્વભાવ અલગ અલગ જોવા મળ્યો હતો. જેમાં દિલ્હીમાં પીચ થોડી લો હોવાથી બાઉન્સ ઓછો હતો. જ્યારે ચેન્નઈમાં અપ ડાઉન બાઉન્સના કારણે અમુક શોર્ટ્સ ટોપ એજ સાથે સિક્સર માટે હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *