રૈયા રોડ પરના શાહનગરમાં રહેતા અને પોસ્ટઓફિસમાં નોકરી કરતા પોસ્ટમેન કિરણદાસ જાનકીદાસ દુધરેજિયાએ રૈયારોડ પર અલ્કાપુરીમાં ધર્મન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક મયંક ખજુરિયા સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સ્પીડપોસ્ટનું એક કવરની ડિલિવરી કરવા માટે નીકળ્યા હતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસે ગયા હતા તે દરમિયાન તેના સંચાલક મયંક ખજુરિયા એ નામની ઓળખ આપી આ ઓફિસ મારી જ છે કહેતા તેને ઓફિસના નામે કવર આવ્યું હોય પણ તમારા નામે નથી જેથી રિસિવ કોપી (ડિલિવરી સ્લીપ)માં તમારા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો સિક્કો મારી તમારી સહી કરી આપો તેમ વાત કરી હતી આથી ઉશ્કેરાયને પોસ્ટમેન પર હુમલો કરી દીધો હતો. અને કહ્યું હતું કે, સિક્કવાળીનો થામા આ બાપની પેઢી છે.
ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ રોહડિયા સહિતે કિરણભાઇની ફરિયાદ પરથી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી આરોપી મયંકની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.