ઓનલાઈન સાઈડ ઈન્કમના બહાને રોકાણ કરાવી કુલ રૂ.50,89,984ના ફ્રોડ કેસમાં પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. તા.09.10.2024ના રોજ નોંધાયેલ ફરિયાદમાં આરોપીઓએ ફરીયાદીના વોટસએપમા મેસેજ કરી ફરિયાદીને વિશ્વાસમાં લઈ ઓનલાઈન સાઈડ ઈન્કમ મેળવવાના બહાને અલગ-અલગ ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરી તેમા જુદા-જુદા ટાસ્ક આપી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ભરાવડાવી કુલ રૂપિયા 50,89,984 ઓનલાઈન છેતરપીંડી કરી હતી. પોલીસ તપાસમાં વધુ બે આરોપી નવાઝ ઉર્ફે બાપુ ફારૂખભાઈ બુખારી (ઉ.વ.26) અને હાર્દીક ઉર્ફે રવી રાજેશભાઈ પરમાર (ઉ.વ.26) નામ ખુલતા બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પોલીસે અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં જાવિદ કાદર બીડીવાલા, અરમાન રૂશ્તમભાઈ શેખ, સંજય વીઠ્ઠલભાઈ ઝાપડીયા, ધવલ દીનેશભાઈ મુછડીયા, અરવીંદ લઘરા સોલંકી અને સાહીલ ફીરોઝભાઈ કોચલીયાનો સમાવેશ થાય છે.