રાજકોટ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

ગોંડલ રોડ ઉપર પીડીએમ કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોક પાસે ટપુભુવન પ્લોટમાં રહેતાં બ્રિન્દાબેન નિરજભાઈ પટેલ (ઉં.વ.43)ની લોનના કાગળોમાં ખોટી સહીઓ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેના પિતરાઈ ભાઈ અમિત મનહરભાઈ બોરડએ ફાઈનાન્સ કંપનીમાંથી તેની જાણ બહાર રૂ.40 લાખની લોન લઈ લીધાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બ્રિન્દાબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે હાલ ઘરેથી જ સર્વિસ પ્રોવાઈડરનું કામ કરે છે. તેના પતિ ચારેક વર્ષથી આફ્રિકાના જાંબીયા દેશમાં કંપનીમાં નોકરી કરે છે. 2017માં તેણે તેના પિતરાઈ ભાઈ અમિત બોરડ કે જે તેના ઘરના ઉપરના માળે ભાડે રહેતો હતો, તેની સાથે મળી ભાગીદારીમાં શ્રી પાવડર કોટીંગ નામની ગોંડલ રોડ ઉપર પેઢી શરૂ કરી હતી. જેમાં તે લોખંડના પાર્ટસને કલર કરવાનું જોબવર્ક કરતા હતા. આ પેઢીના ડીડમાં માત્ર તેનું નામ રાખેલું હતું. બધો વહિવટ તેના વતી પતિ નિરજભાઈ અને આરોપી અમિત કરતા હતા.

છેલ્લે વિરાણી અઘાટ પ્લોટમાં આ પેઢી ચાલતી હતી. તેના પતિ ચારેક વર્ષથી આફ્રિકા જતા રહેતાં અને દિકરો પણ ધો.12માં અભ્યાસ કરતો હોઈ પેઢીમાં ધ્યાન આપી શકતા ન હતા. જેથી પેઢીમાંથી છુટા થવાનું નક્કી કરી ગઈ તા.4.4.2024નાં આરોપીને છૂટા થવા માટે નોટિસ આપી હતી. જેના બીજા દિવસે સીએ સર્ટિફિકેટ સાથે હિસાબ આપતાં તેને રૂ.7.18 લાખ લેવાના બાકી નીકળતા હતા અને તે તા.7.5.2024નાં પેઢીમાંથી છૂટા થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *