રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી તથા જિલ્લા વિકાસ અધિકારી એ.કે.વસ્તાણીના માર્ગદર્શનમા ધોરાજી તાલુકાના છત્રાસા ગામમા અંદાજે રૂ. 3.70 કરોડ રકમની 1.18 લાખ ચો.મી.થી વધુ જમીન પરથી વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું હતુ. ગૌચર સર્વે નંબર 503 પૈકી જમીનમાં ખેતીને લગતું દબાણ તથા પાકા મકાનના ફરતે કંપાઉન્ડ વોલ/ઓરડીઓ મળી અંદાજે કુલ 1,18,400 ચો.મી. જમીનમાં વાવેતર અને બાંધકામ કરી દબાણ કરેલ હતું જે દબાણ આજે દૂર કરાયુ હતુ.
આ દબાણની અંદાજિત બજાર કિંમત રૂપિયા 3 કરોડ 70 લાખ જેટલી થાય છે. જે દબાણ પ્રાંત અધિકારી ધોરાજી,તાલુકા વિકાસ અધિકારી ધોરાજી, મામલતદાર ધોરાજીના પ્રતિનિધિ,તાલુકા પંચાયત ઓફિસ સ્ટાફ તથા પોલીસ સ્ટાફ સાથે ગ્રામ પંચાયત છત્રાસા દબાણ દૂર કરાયુ હતુ. તેમજ બાકી રહેલ જમીન પર થયેલ દબાણ બાબતે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દબાણ દૂર કરવાની કામગીરી આગામી સમયમાં કરવામાં આવશે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.