સંતકબીર રોડ પર આવેલી શક્તિ સોસાયટીમાં રહેતા ફરીયાદી અલ્પેશભાઈ ગંગદાસ ડોડીયાની આવકાર સિલ્વર પેઢીના નામે મજુરીથી 50 ટચના ચાંદીના ઘરેણા બનાવડાવી ઓર્ડર મુજબ વેચાણ કરવાનો વેપાર કરે છે. ચાર મહીના પહેલા હિસાબમાં 320 કિલો દાગીનાની ઘટ આવતી હોય જેથી કારીગરોની પુછપરછ કરતા જાણવા મળેલ કે ફરીયાદીને ત્યા કામ કરતો સહઆરોપી દેવાંગભાઈ ઉર્ફે દેવલો દિલીપભાઈ ગોદડકા છેલ્લા ઘણા સમયથી કામ પરથી છુટતી વખતે અમુક દાગીના તેની સાથે છુપાવીને બહાર લઈ જતો હોય અને સહઆરોપી સોનીયો બેલદાર, સતીષ ડોડીયા, સાહીલ પરમાર, કિશન પરમાર, હાર્દીકભાઈ ડોડીયા અને યોગેશભાઈ મકવાણાની મદદથી ભઠ્ઠીમાં ચાંદી ઓગાળી વેચી રૂપીયાનો ભાગ પાડી દેતા બધા સાથે મળી ફરિયાદીનું કુલ 1.12 કરોડની કિંમતનું ચાંદી પરત ન આપી ઉચાપત કરી ફરીયાદી સાથે છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવતા આરોપીઓની અટકાયત કરી જેલ હવાલે કર્યા હતા.
જેલ હવાલે રહેલા સચીન ઉર્ફે સાહીલભાઈ રાજેશભાઈ પરમાર અને કિશનભાઈ દિનેશભાઈ પરમારે જેલ મુક્ત થવા સેસન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બચાવપક્ષના વકીલ દ્વારા કરાયેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટ દ્વારા બંને આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે.