વિદેશમાં MBBS ભણનારા 70% વિદ્યાર્થી ભારતની FMGE પરીક્ષામાં ફેલ થયા!

દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ MBBS કરવા વિદેશની મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવે છે. પછી ભારત આવીને ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા માટે FMGE (ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ) પાસ કરવી જરૂરી છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સે તાજેતરમાં જ FMGEનું પરિણામ જાહેર કર્યું છે. આ પરિણામમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, વિદેશમાં MBBS ભણેલા 70% વિદ્યાર્થી ભારતની FMGE પરીક્ષામાં ફેલ થયા છે જેઓ હાલ ભારતમાં પ્રેક્ટિસ નહીં કરી શકે. કુલ અંદાજિત 45,552 ઉમેદવારે આપી હતી પરીક્ષા, જેમાંથી 31,236 નાપાસ, ફક્ત 13,149 ઉમેદવાર સફળ થયા છે. વિષયવાર સ્કોરકાર્ડ 27મી બાદ જાહેર થઇ શકે છે.

FMGE ડિસેમ્બર-2024ની પરીક્ષાનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું છે. આ પરીક્ષામાં માત્ર 30 ટકાથી ઓછા ઉમેદવારો પાસ થઈ શક્યા છે. NBEMS (નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ)ના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, FMGE ડિસેમ્બર 2024ની પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના વ્યક્તિગત સ્કોરકાર્ડ 27 જાન્યુઆરી અથવા તે પછી વેબસાઇટ natboard.edu.in પરથી ડાઉનલોડ કરી શકાય છે.

કોઈ વિદ્યાર્થી વિદેશથી MBBS કરીને ભારત આવે તેને એનએમસીની પરીક્ષા આપવી પડે છે. જે લોકો વિદેશમાં એમબીબીએસ કરવા જાય છે તેઓ ભારતના સ્ટાન્ડર્ડથી ઓછા માર્કે ત્યાં પ્રવેશ લે છે. ઇન્ડિયામાં આશરે 1 લાખ સીટ છે મેડિકલમાં જેમાં કોઈ વિદ્યાર્થીને એડમિશન મળતું નથી તેવા વિદ્યાર્થીઓ વિદેશમાં MBBS કરવા જાય છે. એટલે બેઝિકલી ભારતની મેડિકલ કોલેજોમાં જે વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો છે તે અને વિદેશની કોલેજ-કે યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો છે તે બંનેની ઈન્ટેલિજ્ન્સીમાં ઘણો તફાવત હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *