રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરી ખાતે આજે રૂડાના ચેરમેન તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બોર્ડ મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બોર્ડ મિટિંગમાં વિવિધ સાત દરખાસ્ત અંગેનો નિર્ણય લેવામાં આવશે. જેમાં વાજડીગઢ ટીપી સ્કીમ નંબર 77ને અને પરાપીપળિયા ટીપી સ્કીમ નંબર 76ની હદ વધારવા સહિતની મહત્વની દરખાસ્તનો સમાવેશ કરાયો છે.
આ ઉપરાંત એજન્ડામાં જણાવ્યા મુજબ હોર્ડિંગ બોર્ડ અને મોબાઇલ ટાવર અંગે નીતિવિષયક નિર્ણય લેવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી ન્યૂ રિંગ રોડ સહિત રૂડા વિસ્તારમાં અનેક ગેરકાયદે હોર્ડિંગ બોર્ડ ઉભા થયા હોવાની ફરિયાદો ઉઠતા આ દરખાસ્ત કરવામાં આવી છે.