ખાંડાધારની સીમમાં વાડીના રસ્તા પ્રશ્ને મહિલા પર શેઢા પડોશીબંધુનો હુમલો

ગોંડલના ખાંડાધાર ગામની સીમમાં વાડીના રસ્તા પ્રશ્ને મહિલા પર સેઢા પડોશી બંધુઅે નિર્લજ્જ હુમલો કરતાં ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. મહિલા વાડીએ એકલી હતી ત્યારે ઘસી ગયેલ આરોપીઓએ ઝઘડો કરી મારમારી પાટુ મારી પાડી દઈ શરીરે અડપલાં કર્યા હતાં.

બનાવ અંગે ગોંડલના ખાંડાધાર ગામની સીમ વિસ્તારમાં રહેતાં ભાનુબેન લીંબાભાઈ લીંબડીયા (ઉ.વ.32) એ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે મુકેશ વલ્લભ મકવાણા અને સુરેશ મકવાણા (રહે. ખાંડાધાર, ગોંડલ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેણી ગામના ભુપતભાઈ ડાભીની વાડીએ તેના પતિ સાથે છેલ્લા ચારેક વર્ષથી ખેત મજુરી કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે.

ગઈ તા.03 ના સાંજના સમયે તેણી ખેતરમા સૂકવવા રાખેલા લાલ મરચા ફેરવતી હોય તે દરમ્યાન મુકેશ મકવાણા તથા તેનો ભાઈ સુરેશ મકવાણા વાડીએ ઘસી આવેલ અને કહેવા લાગેલ કે, તમે અમારી વાડી જવાના રસ્તે પાસે કેમ અવાર-નવાર ઉભા હોય છો તેમ કહી બંને શખ્સો ગાળો આપવા લાગેલ જેથી તેને કહેલ કે, મને ગાળો કેમ આપો છો તેમ કહેતા મુકેશએ તેણીને પાટુ મારી પાડી દીધી અને શરીરના ગુપ્ત ભાગમાં હાથ ફેરવ્યો હતો, તેમજ સુરેશ પણ તેણીના મોઢાની પાસે ઉભા રહી મોઢુ દબાવવાની કોશીશ કરેલ અને તે દરમ્યાન તેણીએ રાડા રાડી કરતા વાડીએ કામ કરતા કરસનભાઈ બહુકીયા આવી ગયેલ અને વચ્ચે પડતા આરોપીઓએ કરશનભાઈને પણ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતાં. જેથી તેણી ત્યાથી ભાગીને જતી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *