ધોરાજી સીટી પોલીસે જૂગાર રમતી આઠ મહિલાને રંગે હાથ ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.શહેર પોલીસને બાતમી મળી હતી કે નાભીરાજ સોસાયટીના ચોક્કસ મકાનમાં પુરુષો નહીં, મહિલાઓ નિયમિત રીતે જુગાર ખેલે છે. આથી આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મહિલાઓની રમતમાં ભંગ પાડ્યો હતો.
ધોરાજીનાં એ.એસ.પી સીમરન ભારદ્વાજ, સીટી પોલીસ મથકનાં પીઆઈ રવી ગોધમનાં માર્ગદર્શન તળે શહેર પોલીસ મથકના પીએસઆઇ પી.કે.ગોહિલ તથા સર્વેલેન્સ પોલીસ સ્ટાફની ટીમે ધોરાજીની નાભીરાજ સોસાયટીમાં રહેતી રીઝવાનાબેનનાં પોતાના કબ્જા ભોગવટાના રહેણાંકમાં બહારથી માણસોને ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉધરાવી જુગાર રમાડતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને આઠ મહિલાને જૂગાર રમતા રૂ.15,120નો મુદ્દામાલ સાથે ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.