ટંકારા તાલુકાના હરીપર ગામના અજીત મુળજીભાઈ ભાગીયા નામના યુવાનના મોબાઈલમાં દેવુ ઉર્ફે પુજા નામની મહિલાએ ફોન કરી મિત્રતા માટે હાથ લંબાવ્યો હતો. સામે બકરો ફસાયાનો અહેસાસ થઈ જતા મળવાનુ નક્કી થયા બાદ ટંકારા ઉપરાંત રાજકોટ અને આસપાસના વિસ્તારોમા અવારનવાર મળવું અને મુલાકાતોનો સિલસિલો શરૂ થયા બાદ અજીતને ખંખેરવાનો પ્રી પ્લાન ઘડાયો હતો અને મહિલાએ છતરના હાઈવે પર મળવા યુવાનને બોલાવ્યો હતો.
યુવાન ટંકારાની પરિણીત મહિલા સાથે ગુફતેગુમા લીન હતો એ જીજે ૩૬ એજે ૯૧૭૨ નંબરની કાર ધસી આવી હતી અને તેમાંથી પાંચ શખ્સે ઉતરીને યુવકને દુષ્કર્મના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી પાંચ લાખ માગ્યા હતા. જો કે યુવકે સ્થળ પર જ રૂપિયા એક લાખ ચુકવ્યા બાદ બીજે દિવસે ચાર લાખ ચુકવી દીધા હતા. પોતે હનીટ્રેપનો ભોગ બન્યાનો અહેસાસ થતા ટંકારા પોલીસમાં ફસાઈ નાણા ફરિયાદ નોંધાવતા નવનિયુક્ત પોલીસ ઈન્સપેકટર કે.એમ.છાસીયાએ પુજા ઉપરાંત તેના પતિ રમેશ કાળુભાઈ જાદવ ઉપરાંત, મોરબીના ખેવારીયાના સંજય ભીખાલાલ ડારા, નાની વાવડી ના હાર્દિક કિશોરભાઈ મકવાણાને પકડી પાડી પાંચ લાખ રોકડા ઉપરાંત, કાર સહિત ૮,૨૫,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન દેવુ ઉર્ફે પુજાનો ખેવારીયા રહેતો ભાઈ ઋત્વિક દિનેશભાઈ રાઠોડ અને સજપનર ના રણછોડ ભીખાભાઈ કરોતરાનું પણ નામ ખુલતા અટક કરવા તજવીજ હાથ ધરી હતી.