રાજકોટમાં કિન્નરો-રિક્ષાચાલક વચ્ચે બબાલ

રાજકોટમાં સાંજે જયુબેલી ચોકમાં કિન્નરો અને રિક્ષાચાલકો વચ્ચેની માથાકૂટ સામે આવી હતી. જ્યુબેલી બાગમાં કિન્નરો બેઠા હતા ત્યારે એક યુવાન ટુ-વ્હીલર પર આવ્યો હતો અને અપશબ્દો કહ્યા હતા. બાદમાં તેને ટપારવામાં આવતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. થોડા સમય બાદ ચારથી પાંચ શખ્સો રિક્ષામાં ધસી આવ્યા હતા ને હાથમાં છરી અને કોયતા લઇ જાહેરમાં મારામારી કરવા લાગ્યા. જોકે, પોલીસને ઘટનાની જાણ થતાં જ તુરંત ઘટનાસ્થળે PCR વાન આવી ગઈ હતી. આ ઘટનામાં એક કિન્નર ઘાયલ થતાં તેને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શહેરના ભાવનગર રોડ પર ગંજીવાડા શેરી નંબર-18માં રહેતા 26 વર્ષીય નિકિતા દે મિરા દે એ જણાવ્યું છે કે, જયુબેલીબગીચા પાસે તેઓ હતા ત્યારે 4 અજાણ્યા શખસો ત્યાં આવ્યા હતા. સામું જોવા જેવી નજીવી બાબતે તેમને અને તેમની સાથેના કિન્નરો ઉપરાંત સાહેદ જય ભાઇ મુન્નાભાઈને ટચલી આંગળીના ટેરવાના ભાગે છરી મારી હતી અને લોખંડના પાઇપ પડે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ એ ડિવિઝન પોલીસ દ્વારા 2 શખસોને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *