ધોરાજી ઉપલેટા વિધાનસભા મત વિસ્તારમાં આવતા ગામડાઓ પણ વિકાસના મીઠાં ફળ ચાખી શકે તે માટે વિવિધ કાર્યો હાથ ધરવામાં આવનાર છે. જેમાં આગામી સમયમાં શરૂ થનારા 70 જેટલા કામનું ઇ ખાતમુહૂર્ત તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતમાં ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. આવનારા સમયમાં ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા ફાટક પર ટ્રાફિકની ભયંકર સમસ્યા રહેતી હોય તે હલ કરવા માટે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા ભાયાવદર નગરપાલિકાના તેમજ ધોરાજી ઉપલેટા તાલુકા વિસ્તારના ના 70 જેટલા નવા કામોનું ખાત મુહૂર્ત અને તૈયાર કામોનું લોકાર્પણ કરાયું હતુ.
ધોરાજી શહેરી વિસ્તારમાં સીડીપીઓ ઓફિસ, અને અન્ય ગ્રામ્ય વિસ્તારના નાના કામો પૂર્ણ થતાં તેમનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું હતું. તદ ઉપરાંત ધોરાજી જૂનાગઢ રોડ ઉપર આવેલ ફાટક ઉપર બનનારા ઓવર બ્રિજનું ખાત મહુર્ત કરાયું હતુ. ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકાના તેમજ ધોરાજી ઉપલેટા તાલુકાના વિવિધ 67 કરોડના કામોના ખાત મુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.