કાચ પાયેલી અને ચાઇનીઝ દોરી પર કોર્ટનો પ્રતિબંધ હોવા છતાં નાના મોટા વેપારીઓ તહેવારો પર નાની મોટી કમાણી કરી લેવાની લાલચમાં કોઇના જીવ સાથે ખેલવાનું ચૂકતા નથી. રાજકોટ પોરબંદર હાઇવે પર બાઇક પર પસાર થતા એક યુવાનના કપાળના ભાગે પતંગની કાતિલ દોર ખેંચાઇને વીંટળાઇ હતી અને પળવારમાં તો તેનું કપાળ ચીરાઇ ગયું હતું અને લોહીલુહાણ હાલતમાં તે ફસડાઇ પડ્યો હતો. આંખ સહેજમાં જ બચી જવા પામી હતી. આસપાસના લોકોએ તાબડતોબ 108ને જાણ કરતાં ટીમે પળવારમાં ધસી જઇને તેને પહેલાં જેતપુર અને વધુ સારવારની જરૂર જણાતાં તેને જૂનાગઢ સારવાર માટે ખસેડ્યો હતો.
રાજકોટ પોરબંદર હાઇવે પર એક યુવાન પોતાનાં મોટસાયકલમાં જઇ રહ્યો હતો ત્યારે અચાનક પતંગની દોર કપાળના ભાગે ઘસાઇ હતી અને પળવારમાં તો કપાળ ચીરાઇ ગયું હતું અને પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. અન્ય રાહદારીઓ તેની મદદે દોડ્યા હતા અને 108ને કોલ કરતાં તે ગણતરીની ઘડીમાં આવી પહોચી હતી અને ઇજાગ્રસ્ત કિશન રમેશભાઇ પટેલ ઉ.વ.30ને પ્રાથમિક સારવાર આપી પહેલાં જેતપુર અને બાદમાં જૂનાગઢ રીફર કરાયો હતો.